Uncategorized

શ્રી હનુમાન જયંતિ 2025 ના દિવસે જાણો સાળંગપુર મંદિર ના સંપૂર્ણ 2 દિવસ ના કાર્યક્રમ વિષે , જ્યાં 3000 કરતા વધારે સ્વયંસેવકો ખડેપગે હાજર રહેવાના છે.

આ વખતે ચૈત્રી સુદ પૂર્ણિમા અને શનિવાર ના દિવસે 11,12 એપ્રિલ એ સાળંગપુર ખાતે હનુમાન જન્મોત્સવ નું ભવ્ય આયોજન કરવાના આવ્યું છે. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી અથાણાવાળા ની પ્રેરણા અને શ્રી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ના માર્ગદર્શન થી દાદા ના દરબાર માં શ્રી હનુમાન જયંતિ મહોત્સવ ની ભયતીભવ્ય ઉજવણી કરવામાં આવશે.

પહેલા દિવસે પંચમુખી હનુમાનજી ની ભવ્ય શોભાયાત્રા નીકળશે

શ્રી હનુમાન જયંતિના પાવન પ્રસંગે 11મી તારીખે સવારે 7:30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવશે. જેમાં 1008 કિલો પુષ્પોથી શ્રી કષ્ટભંજનદેવનો અભિષેક કરવામાં આવશે. ત્યાર બાદ બપોરે 4:00 વાગ્યે કળશ યાત્રા યોજાશે. જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે. હજારો ની સંખ્યા માં બહેનો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે. 108 બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવશે. આ દરમિયાન કેટલાક આકર્ષણો સૌનું ધ્યાન દોરસે જેવા કે આફ્રિકન સીદી ડાન્સ, ડી. જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો ભક્તોને મનોરંજન પૂરું પાડશે. આ દરમિયાન 251 કિલો ફૂલો અને 25,000 ચોકલેટો થી સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે.

ત્યારબાદ 11 તારીખે રાત્રે 8.30 વાગ્યે ખુબજ ભવ્ય મૂર્તિ એવા કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તો દ્વારા આરતી થશે અને ભવ્ય આકર્ષક આતશબાજીથી દાદાનું અભિવાદન કરાશે. અને તે પછી રાત્રે 9 કલાકે પ્રખ્યાત લોકલાડીલા કલાકાર જીગરદાન ગઢવી ભક્તિ સંગીતનો કોન્સર્ટ યોજાશે.

12 એપ્રિલ 2025 અને શનિવાર ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા નો મહાસંગમ એટલે શ્રીહનુમાન જયંતી 2025. સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે. દાદા ના જન્મોત્સવ ને ઉજવવા માટે હજારો ભક્તો શ્રીહનુમાન જયંતિના પવિત્ર પ્રસંગમાં પધારશે. તે ઉપરાંત દર્શનાર્થીઓ માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને વિશાળ પાર્કિંગ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેથી આ બધા જ કાર્યક્રમો ની સાથે દાદાના જન્મોત્સવની બે દિવસ ભવ્ય થી અતિ ભવ્ય રંગેચંગે ઉજવણી કરવામાં આવશે.

બીજા દિવસે હનુમાન જયંતિ ના રોજ ભવ્ય આતશબાજી, સોનાના વાઘા પહેરાવવા, અને કેક કાપવાના કાર્યક્રમ થશે

તારીખ 12ને શનિવારે હનુમાન જયંતી ના દિવસે સવારે 5 વાગ્યે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવ શ્રી હનુમાનજી નું ભવ્ય સ્વાગત કરાશે. ત્યારબાદ સવારે 7;00 વાગ્યે કષ્ટભંજનદેવ સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપશે. જે વાઘ 8 કિલો સોનામાંથી બનાવવામાં આવ્યા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ 2019માં આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા નિમણુંક કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું છે. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા.

ત્યારબાદ સવારે 7:30 કલાકે 51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે. 250 કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠશે. આ દરમ્યાનમાં સવારે સમુહ મારૂતી યજ્ઞનું પણ આયોજન કરાયું છે. જેમાં આચાર્ય રાકેશપ્રસાદદાસજી સમૂહ યજ્ઞવિધિમાં હાજરી આપશે અને 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે. બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે અને દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે 10:30 વાગ્યે મહાપ્રસાદનો પ્રારંભ થઈ જશે. અને ત્યારબાદ સાંજે 7:00 વાગ્યે મહાસંધ્યા આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓ દ્વારા કષ્ટભંજનદેવની સંતો- ભક્તો દ્વારા સામુહિક આરતી ઉતારવામાં આવશે.

સાળંગપુર માં 3000થી વધુ સ્વયંસેવકો બે દિવસ રહેશે ખડેપગે

સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણી દરમિયાન ભાવિ મહાકતો ને કોઈ પણ અવ્યવસ્થા ઉભી ના થાય તે માટે 3000 વધુ સયંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે રહેશે. આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ પાર્કિંગમાં એક સાથે 10 હજારથી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરી શકાશે.

શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું છે કે, વ્હાલા ભક્તો શ્રે હનુમાન જયંતી ના પવન પર્વે સૌ ભક્તો એ સાથે મળીને આ વર્ષે પણ સાળંગપુર ધામની અંદર દાદાના સાનિધ્ય માં અલૌકિક અવર્ણનીય , આનંદદાયક અને આહલાદક હનુમાન જયંતી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12 એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે દાદાના દરબારમાં ભવ્યાતિભવ્ય મહામહોત્સવ ઉજવાશે. એના આગલા દિવસે 11 એપ્રિલ શુક્રવારના દિવસે
ભવ્ય અને દિવ્ય કળશ યાત્રાનો ઉત્સવ છે તેમજ આખી રાત સંગીત સંધ્યામાં મોટા કલાકારો દાદાના ભજન સંભળાવશે, દાદા ના દરબાર માં આપણે નાચી, ઝૂમીને દાદાને પ્રસન્ન કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *